Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરાખ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે ઓનલાઈન વર્ક ફોમ હોમની લાલચમાં રૂપિયા ૧૮.૬૭ લાખ ગુમાવ્યા

  • December 21, 2024 

બારડોલી તાલુકાનાં બાબેન ગામ રહેતા અને ઉમરાખ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર ઓનલાઈન વર્ક ફોમ હોમની લાલચમાં સપડાતા રૂપિયા ૧૮.૬૭ લાખ ગુમાવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાબેન ગામે લાઈફ સ્ટાઈલ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ મહારાષ્ટ્રનાં અને ઉમરાખ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિલેશ સંતોષ ડુમોરેનાં મોબાઈલ ઉપર તારીખ ૧૧ ડિસેમ્બરનાં દિવસે વોટ્સએપ મેસેજ દ્વારા વર્ક ફ્રોમ હોમની ઓફર આવી હતી. આ ઓફર સ્વીકારતા સામે છેડેથી શીતલ શર્મા નામ જણાવી પ્રોફેસરને ટેલિગ્રામ ચેનલ ઉપયોગ કરવા જણાવાયુ હતું તથા રૂપિયા ૨૦૦નું જોઈનિંગ બેલેન્સ મેળવવા દિવ્યા-મમતા નામની યુવતી સાથે વાત કરવા એક એપ્લિકેશન લિંક મોકલાવી હતી. બોનસ આપવા માટે સામે છેડેથી પ્રોફેસરનો યુ.પી.આઈ આઈ.ડી. માંગવામાં આવ્યો હતો.


જોકે લોભામણી વાતો કરી ગૂગલ, વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા વિવિધ ટાસ્ક પુરા કરવા પડશે મુજબ જણાવી પ્રોફેસર પાસે ૫ ટાસ્કના પ્રતિ ટાસ્ક રૂપિયા ૪૦ લેખે પૈસા ભરાવ્યા હતા. છઠ્ઠા ટાસ્ક માટે વિવિધ રકમનો ચાર્ટ મોકલાવી પસંદગી કરવાનું જણાવતા પ્રોફેસરે ૧,૦૧૦/-નો ટાસ્ક પસંદ કર્યો હતો. ફરીથી બીજી લીંક આવતા પ્રોફેસરને આશુતોષ કુમાર નામના ટીચર સાથે વાત કરવા જણાવ્યું હતું. આશુતોષ કુમાર નામના વ્યક્તિ સાથે વાત કરતા તેણે પ્રોફેસરને પસંદ કરેલા ટાસ્કમાં વધારે સભ્ય હોવાથી ગ્રુપમા સુચનાઓ આપી હતી. તેમની સુચનાઓ મુજબ ટ્રેડિંગ કરાયુ હતું. પૈસા ઉપાડવા માટે સંપર્ક કરતા દિવ્યા મમતા નામની યુવતીઓ ૪,૬૧૪ મોકલાવ્યા હતા.


વધુ ટાસ્ક મોકલાવ્યા બાદ આશુતોષ કુમાર નામના વ્યક્તિએ ગ્રુપમાં કોઈ સભ્યએ ખોટુ ટ્રેડિંગ કર્યુ છે. મુજબ જણાવી પ્રોફેસરને તમે ખોટુ ટ્રેડિંગ કર્યુ એટલે બધાના ખાતા ફીજ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આનો ઉપાય પૂછતા ઉપલા અધિકારીને પુછી બધાને જુદી જુદી રકમ મળી ૧.૯૭ લાખ ભરવા જણાવ્યુ હતું. જેમાં ૬૦ ટકાના નફાની લાલચ આપી હતી અને ડેટા રિકવર થઈ જશે મુજબ જણાવ્યુ હતું. ત્યારબાદ અલગ અલગ રીતે ટ્રેડિંગ કરાવી વધુ નફાની લાલચ આપી પ્રોફેસર પાસેથી રૂપિયા ૧૮.૬૭ લાખ ભરાવ્યા હતા અને વધુ રૂપિયા ભરવાનું જણાવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી પ્રોફેસરે સાઈબર હેલ્પલાઈન ઉપર ફોન કરી ફરિયાદ આપી હતી. ત્યારબાદ બારડોલી ટાઉન પોલીસ મથકે વિધિવત ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application