Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું, આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે

  • June 07, 2024 

જાહેર સ્થળોએ ડૂબી જવાના બનાવોને પગલે સુરતના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સુરતના 32 જેટલા તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર અને તે સ્થળે ભારે ભીડ કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું છે. આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. રાજ્યમાં જુદી-જુદી જગ્યાઓએ નદી, તળાવો, નહેર, દરિયામાં ન્હાવા પડેલા લોકોના ડૂબી જવાથી મોતની વધેલી ઘટનાઓને પગલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડી સુરતના 32 જેટલા તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર ન્હાવા પર અને તે સ્થળે ભારે ભીડ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.


જ્યારે તારીખ 7 જૂનથી અમલમાં આવનાર પ્રતિબંધ આગામી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. સુરતના સચીન પોલીસ મથકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શ્રીરામનગર તળાવ, પારડી બસ સ્ટેન્ડની પાછળના તળાવ, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગના તળાવ, ઇક્લેરા ગામ, ખરવાસા ગામ, બોણંદ ગામ, વક્તાણા ગામ, પીપડા ગામ તળાવ અને લાજપોર ગામ મીંઢોળા નદીનો સમાવેશ થાય છે. પુણા પોલીસ મથકની હદમાં રંગ અવધૂત સોસાયટી ચાર રસ્તાથી રેશ્મા સર્કલ, પરવત પાટીયાથી સમ્રાટ સ્કુલ ચાર રસ્તા સુધી પસાર થતી નહેર, પુણા ગામ તળાવ, અમરોલી અને ઉત્રાણ પોલીસ મથકની હદમાં કાકરાપાર ડેમ જમણી બાજુની નહેર (કામરેજથી હજીરા તરફ જતી), ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ઈચ્છાપોર ગામ, ભટલાઈ ગામ, જુના કવાસ ગામ, ભાટપોર ગામના તળાવ, જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં કુંકણી નહેરથી ગોળા ગરનાળા (વરીયાવ સુધીનો ભાગ), ડીંડોલી પોલીસ મથકની હદમાં ડીંડોલી ગામ છઠ તળાવ, કરાડવા ગામ, સણિયા ગામ તેજાનંદધામ મંદિરની સામે, દેલાડવા ગામના તળાવ, મધુરમ સર્કલ કેનાલનો સમાવેશ થાય છે.


સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગોપીતળાવ, હજીરા પોલીસ મથકની હદમાં મોરા તળાવ, રાંદેર પોલીસ મથકની હદમાં દાંડી રોડથી ગોગા ચોક સુધી તથા ગૌરવપથ સુધી કેનાલ, બોટનીકલ ગાર્ડન તળાવ, સરથાણા પોલીસ મથકની હદમાં શાયોના પ્લાઝાથી માં અમર ચોક હવેલી સુધી નહેર, પાસોદરા ગામમાં ઓમ ટાઉનશીપ વિભાગ 3ની સામેનું તળાવ, ડુમસ પોલીસ મથકની હદમાં ડુમસ બીચ દરિયાકિનારો, કાદી ફળીયા પાસેનું તળાવ, ભીમપોર ગામ, આભવા ગામ, ગવીયર ગામના તળાવ, હજીરા પોલીસ મથકની હદમાં સુવાલી બીચ દરિયાકિનારો તેમજ સુરતના સરથાણા, કાપોદ્રા, વરાછા, અમરોલી, ઉત્રાણ, કતારગામ, ચોકબજાર, સિંગણપોર, જહાંગીરપુરા, પાલ, રાંદેર, અડાજણ, અઠવા, ઉમરા, ડુમસ અને ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં તાપી નદીના કિનારાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News