વાલોડ તાલુકાના ટોકરવામાં આવેલી સોલારીસ વુડ પ્રોડક્ટ કંપની ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી વિરૂદ્ધ ગ્રીનકોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી મહિરાલાલ કનૈયાલાલ ઠઠેરા રહે,દહીંસર મુંબઈ મહારાષ્ટ્રએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,વાલોડ તાલુકાના ટોકરવા ગામે બ્લોક નંબર 56 માં સોલારીસ વુડ પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં માલિક પ્રવીણભાઈ ડાયાભાઈ પટેલ રહે. ઉમા દર્શન સોસાયટી તેન ગામ, તાલુકો બારડોલીના તથા તેમના પાર્ટનર સુનિલભાઈ રામગોપાલ અગ્રવાલ રહે,હાઈરાઈઝ, ભટાર રોડ સુરત તથા મેનેજર જયપ્રકાશ બદરી પ્રસાદ પુરોહિત રહે,106 ધનલક્ષ્મી રેસીડેન્સી, અંત્રોલી, કડોદરા જિલ્લો સુરતના દ્વારા એકબીજાની મદદગારી કરી ,
ગેરકાયદેસર રીતે ગ્રીનકોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રોડક્ટ પ્રગતિ પ્લાયવુડનો કોઈપણ પ્રકારના પરવાના વગર વેપાર કરી કોપીરાઇટ એકટનો ભંગ કરી લોકોને બજારમાં બનાવટી પ્રગતિ પ્રાઇવેટની લાકડાની સીટો વેચાણ કરતા મળી આવેલ હોય તેમનો ગ્રીન કોન ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રોડક્ટ પ્રગતિ પ્લાયવુડના ડુપ્લીકેટ સ્ટીકર લગાડી કંપનીના નામે ઉત્પાદન કરી હોલસેલમાં વેચાણ કરી કોપી રાઈટના હક્કોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે વેપાર ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે કંપનીની અંદર પ્રવેશ કરી વાલોડ પોલીસ સાથે રેડ કરતા ત્રણેય ઈસમો મળ્યા હતા.
આ કંપનીમાં તપાસ કરતા પાંચ પ્રગતિ પ્લાય શીટ લખેલ કટીંગ સેમ્પલો મળી આવેલા હતા તથા બે પુઠ્ઠાના બોક્સમાં પ્રગતિ ચેક ગોલ્ડ તથા ડેન્સી ફાઇટ પ્લાઈ ગોલ્ડના છાપેલા સ્ટીકર મળી આવેલા હતા. આ સ્ટીકરો ગણતા કુલ નંગ 9,800 જેટલા સ્ટીકરો મળી આવ્યા હતા તથા પ્રગતિ ચેક ગોલ્ડ પ્લાયવુડના સ્ટીકર લગાડેલ લાકડાની સીટો નંગ ત્રણ મળી આવેલ હતી.
જે મામલે કંપનીના ફેક્ટરીના ભાગીદાર સુનિલભાઈ રામગોપાલ અગ્રવાલ તથા મેનેજર જયપ્રકાશ બદરી પ્રસાદ પુરોહિતનાઓને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ ઓથોરિટી નહીં હોવાનું જણાવેલ હતું, જેથી આ તમામ મુદ્દામાલ કબજે કરી વાલોડ પોલીસે તેમની વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500