તાપી જિલ્લામાં દુકાનો અને મકાનો ભાડે આપી જિલ્લા કલેકટરના જાહેર નામનો ભંગ કરનારાઓની સંખ્યા વધી છે,ત્યારે ભાડુઆત અંગેની હિકકત છુપાવતા ત્રણ પરપ્રાંતીય દુકાનો માલિકો વિરુદ્ધ વાલોડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાન માલિકોએ ભાડુઆતોની વિગત પોલીસ સ્ટેશનમાં આપી ન હતી
જિલ્લા કલેકટર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ સહિતની અન્ય સુરક્ષાને ધ્યાનમાં લઇ દુકાનો/મકાનો ભાડે આપનાર મકાન માલિક દ્વારા ભાડુઆત અંગેની માહિતી પોલીસને આપવા માટે જાહેરનામુ બહાર પાડયું છે,ત્યારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ ગતરોજ વાલોડના તીતવા ગામે સુમુલ ડેરીની બાજુમાં આવેલ સ્વાગત પ્લાઝા કોમ્પલેક્ષમાં દુકાન ચલાવતા ભાડુઆતને ત્યાં દરોડા પાડયા હતાં.ભાડુઆત દુકાનદારોની તપાસ અને પૂછપરછમાં દુકાનના માલિકે ભાડુઆતોની કોઇપણ વિગત સ્થાનિક પોલીસ સ્ટેશન કે પછી અન્ય કોઈ કચેરીમાં નિયત નમુનામાં જાણ સુધ્ધા કરી ન હોવાનું જાણવા મળ્યું હતું.આ દરોડામાં ઉદેસિંહ શેરસિંહ રાજપૂત રહે.હળપતિવાસ દેગામા તા.વાલોડ નાએ જ પોતાની બે દુકાનો ભાડે આપી હતી તેમજ ભંવરલાલ સીરવી અને જ્ઞાનમલ ખટીકએ પોતાની એક-એક દુકાન ભાડે આપી હતી. જોકે આ દુકાન માલિકોએ ભાડુઆતોની વિગત પોલીસ સ્ટેશનમાં આપી ન હતી.પોલીસે આ ત્રણેય દુકાન માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આરોપી દુકાન માલિકોનો નામ
(1) ઉદેસિંહ શેરસિંહ રાજપૂત રહે.હળપતિવાસ દેગામા તા.વાલોડ (2) ભંવરલાલ રૂપારામ સીરવી રહે.બાજીપુરા તા.વાલોડ (3) જ્ઞાનમલ કસ્તુરચંદ ખટીક રહે.માછીવાડ ગામ બાજીપુરા તા.વાલોડ
સ્વાગત પ્લાઝા કોમ્પલેક્ષમાં ભાડુઆતો
(1) રતનલાલ હરસિંહ રાજપૂત હાલ રહે.કલામછોડ (બાજીપુરા) તા.વાલોડ (2) મજનુંલાલ શ્રીધન ઢીયોના (રાજપૂત) હાલ રહે.સ્વાગત પ્લાઝા કોમ્પલેક્ષ તા.તીતવા ગામ-વાલોડ (3) બચ્ચારામ કીઢીયો હાલ રહે.સ્વાગત પ્લાઝા કોમ્પલેક્ષ તા.તીતવા-વાલોડ મૂળ રહે.ઉત્તરપ્રદેશ (4) કમલેશભાઈ પ્રતાપ તૈલી હાલ રહે.સ્વાગત પ્લાઝા કોમ્પલેક્ષ તા.તીતવા ગામ-વાલોડ મૂળ રહે,રાજસ્થાન
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500