Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જેલની અંદર પાન-મસાલા પહોંચાડવાની સગવડતા કરી આપવા માટે લાંચ માંગતા જેલ સહાયક એસીબીની ટ્રેપમાં ભેરવાયો

  • October 21, 2021 

જામનગર જીલ્લા જેલની દિવાલ પાસે, જય રવરાય કુપા, માલધારી ચાની હોટલ પાસે આજરોજ જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવા માટે લાંચ માંગવા મામલે જેલ સહાયક અને તેના ફોલ્ડરિયા સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદ કરનારનો ભાઇ જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયકએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરી ફરીયાદી પાસે રૂપિયા ૫ હાજરની લાંચની માંગણી કરેલ અને ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય.

 

 

 

 

ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન અશ્વિનભાઇ મણીશંકર જાની નાએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનુ જણાવી લાંચની રકમ આરોપી મછાભાઇ કમાભાઇ જાદવ ને આપી દેવા જણાવ્યું હતું .

 

 

 

 

જોકે મછાભાઇ ફોનથી જેલ સહાયક સાથે વાતચીત કરતા ફરીયાદી પાસેથી લાંચની રકમ લઇ લેવા જણાવતા મછાભાઈ નામનો વ્યક્તિ લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયો હતો જોકે જેલ સહાયક અશ્વિન જાની હાજર મળી આવેલ નહી આમ અશ્વિન જાની એ પોતાનાં રાજયસેવક તરીકેનાં હોદાનો દુરૂપયોગ કરી આરોપી મછાભાઈએ મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરિયાદ એંસીબીએ નોંધી છે. હાલ એસીબીએ મછાભાઈને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application