ગુજરાતમાં આવેલા મદ્રેસાઓમાં ભણતા વિદ્યાથીઓ અન્ય સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે કે કેમ અને મદ્રેસાઓમાં અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણે છે કે કેમ તેની તપાસ કરવા રાજ્ય શિક્ષણ વિભાગે દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે દરિયાપુર વિસ્તારમાં આવેલ મદ્રેસામાં પ્રિન્સિપાલ સર્વે કરવા માટે ગયા હતા જ્યાં મદ્રેસા બંધ હોવાથી તેઓ ફોટા પાડતા હતા. આ સમયે ટોળાએ આચાર્ય ઉપર હુમલો કરીને તેમનો મોબાઇલ અને સરકારી દસ્તાવેજ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે લૂંટ, સરકારી કામમમાં દખલગીરી, મારામારી, ધમકી, ગાળો બોલવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોલા વિસ્તારમાં રહેતા અને બાપુનગરની શ્રુતી હાયર સેકન્ડરી સ્કૂલમાં 27 વર્ષથી નોકરી કરતા આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરહાન તથા ફૈસલ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ડીઇઓની સુચના મુજબ દરિયાપુરમાં સુલતાન મહોલ્લા ખાતે આવેલ સૈયદ સુલતાની મસ્જીદ ખાતેના મદ્રેસામાં જઇ બાળકોની અને શિક્ષકોની સંખ્યા, રૂમની ઓરડી વગેરેનો સર્વ કરવા મદ્રેસામાં હતા. પરંતુ ત્યારે મસ્જીદનો દરવાજો બંધ હતો. જેથી અધિકારીએ ફોટો પાડી મોકલવા જણાવ્યું હતું. આચાર્ય ફોટો પાડતા હતા ત્યારે જ અચાનક ત્યાં ટોળુ આવ્યું હતું અને અહીંયા કેમ ફોટો પાડો છો તેમ કહી મારા મારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે ટોળામાંથી કોઇએ બુમ પાડી હતી કે, ફરહાન અને ફૈસલ આનો ફોન લઇ, દસ્તાવેજ લઇ લો કહેતા માર મારીને તેમનો ફોન તથા દસ્તાવેજ લૂંટી લીધા હતા. બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500