વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તારીખ 15 નવેમ્બર ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીને ઝારખંડના દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ વડાપ્રધાનશ્રી મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાના 150માં જયંતી વર્ષના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાને આજે જમુઈ જિલ્લામાં જનસભાને સંબોધિ હતી. ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર તારીખ 15 નવેમ્બર 2024 રોકી દેવાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ક્લિયરન્સ ન મળવાના કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી નથી મળી. રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામામાં રોકી દેવાયું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, 'રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને અંદાજિત પોણા ત્રણ કલાક રોકવામાં આવ્યું. જણાવાય રહ્યું છે કે, વડાપ્રધાન મોદી પણ આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. તેમની ચકાઈમાં જનસભા છે. જેના કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી નથી મળી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500