માહિતી વિભાગ દ્વારા સુરત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ, જેમાં એક સાથે એક સ્થળે ૧.૫૩ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈને ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિની નોંધ લઈને સુરતને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાનશ્રીએ રમતગમત યુવા અને સાંસ્કૃતિક તથા ગૃહ વિભાગનાં રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીનાં ટ્વીટને આજે તા.૨૨મીએ રિટ્વીટ કરીને 'Congratulations Surat! A remarkable feat.' (‘અભિનંદન સુરત..! નોંધપાત્ર સિદ્ધિ..) લખી સુરતવાસીઓની રેકોર્ડબ્રેક સિદ્ધિને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application