દિલ્હીમાં શિયાળાનાં વેકેશન બાદ ઘણી જગ્યાએ શાળાઓ ખુલી રહી છે. એક તરફ સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભવ્ય રોડ શો કરશે. આ ઉપરાંત મોદી આજે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ ભાગ લેવાના છે. રાજધાની દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી આ રોડ શો યોજાશે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે.
આ રોડ શો બપોરે 3.00 વાગ્યાની આસપાસ શરૂ થશે. જયારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રોડ શોમાં મોટી સંખ્યામાં પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહેવાના છે. નરેન્દ્ર મોદીનાં રોડ શોને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે સંસદ સ્ટ્રીટની આસપાસના કેટલાક રસ્તાઓને ટ્રાફિક માટે બંધ કરી દીધા છે. આ ઉપરાંત કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ રોડ શોના સમયગાળા દરમિયાન નવી દિલ્હીની આસપાસ મુસાફરી કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.
ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, રોડ શો બપોરે 3 વાગ્યે શરૂ થશે. દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે સંસદ સ્ટ્રીટ પરના કેટલાક રસ્તાઓ બપોરથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે અને ઘણી જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500