વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24, 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. રોડ શો રૂટ પર પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકોનું અભિવાદન જીલતા રોડ શો રૂટ પર આગળ વધશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેઓ જંગી જનસભા પણ સંબોધવાના છે.
રોડ શો પૂર્ણ થયા બાદ તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચશે. સભા સ્થળે પણ સભા સંબોધ્યા બાદ પીએમ મોદી લોકોની વચ્ચે જઈને લોકોનું અભિવાદન જીલશે. પીએમ મોદી 25 મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. પીએમ મોદી ઊર્જા વિભાગના 513 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પીએમ મોદીના રોડશો અને જનસભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધ્યા બાદ તેઓ સીધા દિલ્હી જવા રવાના થશે. 24 ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશે અને જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. 25મીએ પીએ મોદી દ્વારકામાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ અને વ્યુઈંગ ગેલેરીનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશના દર્શને જશે. મંદિરમાં ત્રણેક કલાક રોકાયા બાદ પીએમ મોદી વિવિધ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સભાને સંબોધન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500