Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં 21 દિવસની દાંડીયાત્રાને પ્રારંભ કરાવશે

  • March 11, 2021 

દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. જેમાં 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન સાબરમતીથી ફ્લેગ ઑફ કરશે. એટલું જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ દાંડી યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે. આ દાંડીયાત્રા 12 માર્ચથી 5 એપ્રિલના રોજ નવસારીના દાંડી ગામે પૂર્ણ થશે. 

 

 

 

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 386 કિલોમીટર દાંડીયાત્રાથી આ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે. મહાત્મા ગાંધીએ વર્ષ 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા જે માર્ગો પરથી પસાર થયા હતા જે માર્ગ પરથી યાત્રા આગળ વધશે.

 

 

 

સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો સમાધિ ‘અભય ઘાટ’ ખાતે એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ સંબોધન કરશે. જેમાં ભાજપના સિનિયર નેતાઓ, ગાંધીવાદી વિચારસરણી ધરાવતા લોકો, આશ્રમના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકાર સાબરમતી આશ્રમના  આસપાસના સ્થળોને પણ મોટા પાયા ઉપર વિકસાવવા માટેનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદના સાબરમતી આશ્રમના નવિનીકરણનો પ્રોજેકટ પણ પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના પણ કરવામાં આવી છે.

 

 

 

વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને લઈને પોલીસતંત્ર અને સુરક્ષા એજન્સી એલર્ટ છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન પસાર થવાના છે એ તમામ રૂટો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તૈયારીની સમિક્ષા કરી 500થી વધારેનો પોલીસ કાફલો રૂટ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે.(ફફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application