Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે હિમાચલ પ્રદેશમાં દશેરા ઉજવશે

  • October 04, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વર્ષે હિમાચલ પ્રદેશમાં દશેરા ઉજવવાનો કાર્યક્રમ છે. તેઓ તા.5મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ જવાના છે ત્યાં બિલાસપુરમાં 'અખિલ ભારતીય આયુર્વિજ્ઞન સંસ્થાની હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સાથે ત્યાં એક રેલીને પણ સંબોધવાનો તેઓનો કાર્યક્રમ છે. તેઓ 'એઇમ્સ' ઉપરાંત હાઇડ્રો એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ધાટન કરશે. નરેન્દ્ર મોદી નાલાગઢમાં એક ચિકિત્સા ઉપકરણ પાર્ક અને પિંજોરથી નાલાગઢ સુધીની 4 લેન પરિયોજનાનું પણ શિલારોપણ કરશે. આ સાથે તેઓ કુલ્લુમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ દશેરા રથયાત્રામાં પણ ભાગ લેશે.




આ દશેરા કાર્યક્રમ 'વિજયા દશમી'નાં દિવસથી શરૂ થાય છે તે બપોરે આશરે 3.30 કલાકે શરૂ થશે. 'અટલ સદન'નાં મંચ ઉપરથી તેઓ આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશહરા ઉત્સવના શુભારંભ સાથે નીકળનારી ભગવાન રઘુનાથજીની સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ કરશે અને અહીંથી દેવી દેવતાઓના દર્શન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભે તેઓ ગત તા.24 સપ્ટેમ્બરે મંડીમાં 'યુવા વિજય સંકલ્પ રેલી'ને સંબોધન કરવાના હતા પરંતુ ખરાબ હવામાનને લીધે મંડી પહોંચી શક્યા ન હતા. તેથી વર્ચ્યુઅલી રેલીને સંબોધન કર્યું હતું. આથી હિમાચલ પ્રદેશના કુલ્લુમાં યોજાતી વિશ્વ પ્રસિદ્ધ ભગવાન રઘુનાથજીની રથયાત્રા સમયે ઉપસ્થિત રહેવા તેઓએ નિર્ણય કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News