વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષની દિવાળી સેનાના જવાનો જોડે મનાવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી છેલ્લા 8 વર્ષથી સેનાના જવાનો જોડે દિવાળીનો તહેવાર ઉજવતાં આવ્યાં છે. આ પહેલા તેઓ બદ્રીનાથ અને કેદારનાથનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલાં કેદારનાથ જશે જયાં તેઓ પૂજા કરશે અને ત્યાં ચાલી રહેલા વિકાસના કામોનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ તેઓ બદ્રીનાથ જશે અને માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલી પરિયોજનાની જાણકારી લેશે.
મળતી માહિતી મુજબ, તેઓ તા.21 ઓકટોબરનાં રોજ બદ્રીનાથ-કેદારનાથ જશે. વડાપ્રધાન મોદીનાં પ્રવાસને લઈને જિલ્લા તંત્રએ એક અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની સીમા પાસે આવેલા ભારતના છેલ્લા ગામડા માણાની મુલાકાત લઈ શકે છે. તેઓ ભારતીય સેનાના જવાનોની સાથે ગ્રામીણો સાથે પણ ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ 2014માં સિયાચીનમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી હતી. જયારે 2019 અને 2021માં તેમણે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી હતી.
જોકે કોરોના મહામારીના સમયમાં પણ વડાપ્રધાન મોદીએ સેનાના જવાનો જોડે દિવાળી મનાવવાના તેમની પરંપરાને તોડી નહતી. તેમણે તે વખતે રાજસ્થાનનાં લોંગેવાલા પોસ્ટ પર દિવાળી મનાવી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, ભારતીય સેનાના જવાનો માં-ભારતીના સુરક્ષા કવચ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ BSFનાં જવાનો જોડે દિવાળી મનાવતા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500