વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશનાં લોકો સાથે નવા વર્ષ-2023માં પ્રથમ વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધ્યો હતો. આ મન કી બાત કાર્યક્રમનો 97મો એપિસોડ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આદિવાસી સમુદાયનાં લોકો દેશનો અભિન્ન અંગ છે. આ સમુદાયનાં લોકોને પણ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકતંત્ર ભારતીયો લોકોની નસોમાં વસે છે. આપણી સંસ્કૃતિમાં વસે છે. આપણે સ્વભાવથી લોકશાહી સમાજ છીએ. નવું વર્ષ પણ ખુશીઓ અને આનંદ લઈને આવે છે. સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓને પણ સન્માનિત કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે, આજે હું તમને એવા વિષય વિશે જણાવીશ જેને સાંભળીને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ! દિલ ખુશ થઈ ગયો! નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈ.આઈ.એસ.સી.નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંસ્થાનાં નામે 145 પેટન્ટ છે. તેમણે તેના માટે શુભેચ્છા પણ પાઠવી. આ ઉપરાંત મોદીએ મહારાષ્ટ્રમાં 20 વર્ષથી મિલેટ્સની ખેતી કરનાર શર્મિલા અને ઓડિશામાં બાજરાથી રસગુલ્લા અને કેક બનાવતી મહિલાઓનો ઉલ્લેખ કરી તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઈ-વેસ્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દર સેકન્ડે 800 લેપચોપ ફેંકવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનાં એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 50 મિલિયન ટન ઈ-વેસ્ટ ફેંકાય છે. આપણે ઈ-વેસ્ટનો સદઉપયોગ કરવો જોઈએ. તે કચરાને કંચન બનાવવાથી ઓછું નથી. વડાપ્રધાન મોદીએ તેની સાથે દેશનાં લોકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે આ દરમિયાન પ્રજાસત્તાક દિવસના ઘટનાક્રમનો પણ ઉલ્લેખ કર્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500