વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાનાં પ્રથમ રાજ્ય પ્રવાસ પર જવા માટે રવાના થયા છે. તેમનો US પ્રવાસ તારીખ 21 જૂનથી શરૂ થશે અને તારીખ 24 જૂને સમાપ્ત થશે. અહીંથી વડાપ્રધાન ઈજિપ્તનાં પ્રવાસે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. યોગ દિવસનાં આ કાર્યક્રમમાં 180 દેશોનાં પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દિવસે અમેરિકાનાં ભવિષ્ય માટે કૌશલ્ય વિકાસ પર એક કાર્યક્રમ પણ યોજાશે.
જેમાં જો બિડેન અને જીલ બિડેન 21 તોપોની સલામી વચ્ચે વડાપ્રધાનનું સ્વાગત કરશે. ઐતિહાસિક મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસનાં દક્ષિણ લૉન પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ જગ્યાએ સ્ટેટ ડિનર આયોજન થશે. જેને જો બિડેન અને તેની પત્ની હોસ્ટ કરશે. ત્યારબાદ તારીખ 23 જુનનાં રોજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેટ ડિપાર્ટમેન્ટનાં ફોગી બોટમ હેડક્વાર્ટરમાં લંચ લેશે. ભારતીય મૂળનાં લોકો રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં વડાપ્રધાન માટે ડિનરનું આયોજન કરશે. વડા પ્રધાન સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે ક્યુરેટેડ વાર્તાલાપના કાર્યક્રમમાં સામેલ થશે. પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 24 જૂને અમેરિકાથી રવાના થશે અને 24-25 જૂને ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application