વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાનાં બાલીમાં પોતાના લગભગ 45 કલાકનાં પ્રવાસ દરમિયાન G-20 શિખર સંમેલન સહિત 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી સોમવારે ઇન્ડોનેશિયાના બાલી શહેર માટે રવાના થશે. તે લગભગ વિવિધ દેશોના 10 નેતાઓની સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ ઇન્ડોનેશિયામાં ભારતીય પ્રવાસીઓને મળવા માટે એક સામુદાયિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. એક સત્તાવાર સૂત્રે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો ઇન્ડોનેશિયાનો પ્રવાસ વ્યસ્ત છે પણ તે ફળદાયી નિવડશે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી G-20 શિખર સંમેલનમાં ત્રણ પ્રમુખ સત્રો ખાદ્ય, ઉર્જા સુરક્ષા અને ડિજિટલમાં ભાગ લેશે.
જોકે કવાત્રાએ જણાવ્યું હતું કે, મોદી અને અન્ય નેતા વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા, પર્યાવરણ, ડિજિટલ પરિવર્તન વગેરેથી સંબધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. શિખર સંમેલનમાં અમેરિકન પ્રમુખ જો બાઇડેન, બ્રિટનનાં વડાપ્રધાન રિશિ સુનક, ફ્રાન્સના પ્રમુખ ઇમેનુઅલ મેક્રો, જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને ચીનના પ્રમુખ જિનપિંગને સામેલ થવાની શક્યતા છે. ભારત એક ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા કરશે. તે ઇન્ડોનેશિયાથી અધ્યક્ષતા ગ્રહણ કરશે. G-20 વિશ્વની પ્રમુખ વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાનો એક અંતર સરકારી મંચ છે. આ સમૂહમાં ભારત અને ઇન્ડોનેશિયા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ચીન, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સઉદી અરબ, દક્ષિણ આફ્રિક્રા, યુકે, તુર્કી, અમેરિકા તથા યુરોપિયન યુનિયન સામેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500