નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'સંસદ ટીવી' લોન્ચ કરી છે. આ સાથે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનો વિલય થઈ ગયો છે અને બંને મળીને સંસદ ટીવી બન્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે, આપણી સંસદમાં જ્યારે સત્ર હોય છે, અલગ અલગ વિષયો પર ચર્ચા થાય છે તો યુવાઓ માટે કેટલું જાણવાનું શીખવાનું હોય છે. આપણા માનનીય સભ્યોને જ્યારે ખ્યાલ હોય છે કે દેશ આપણો જોઈ રહ્યો છે તો તેમને પણ સંસદની અંદર સારા આચરણની, સારી ચર્ચાની પ્રેરણા મળે છે. તો સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી રવિ કપૂરે કહ્યુ કે સંસદ ટીવીની રચનાની પ્રક્રિયા અઢી વર્ષ પહેલા શરૂ થઈ હતી. સૂર્યપ્રકાશ સમિતિની ભલામણના આધાર પર સંસદ ટીવીએ આકાર લીધો છે.
21મી સદી તો વિશેષ રૂપથી સંચાર અને સંવાદ માટે ક્રાંતિ લાવી રહી છે-પીએમ
પીએમ મોદીએ કહ્યુ કે, ઝડપથી બદલતા સમયમાં મીડિયા અને ટીવી ચેનલ્સની ભૂમિકા ઝડપથી બદલી રહી છે. 21મી સદી તો વિશેષ રૂપથી સંચાર અને સંવાદ માટે ક્રાંતિ લાવી રહી છે. તેવામાં તે સ્વાભાવિક થાય છે કે આપણા સંસદ સાથે જોડાયેલી ચેનલ પણ આ આધુનિક વ્યવસ્થા પ્રમામે ખુદની ટ્રાન્સફોર્મ કરે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ભારત માટે લોકતંત્ર માત્ર એક વ્યવસ્થા નથી, એક વિચાર છે. ભારતમાં લોકતંત્ર, માત્ર બંધારણીય સ્ટ્રક્ચર નથી, પરંતુ તે એક સ્પિરિટ છે. ભારતમાં લોકતંત્ર માત્ર બંધારણની કલમોનો એક સંગ્રહ નથી, તે આપણી જીવનધારા છે.
'કન્ટેન્ટ ઇઝ કનેક્ટ'
પીએમ મોદીએ કહ્યુ કે, મારો અનુભવ છે કે 'કન્ટેન્ટ ઇઝ કનેક્ટ' એટલે કે હવે તમારી પાસે સારૂ કન્ટેન્ટ હશે તો લોકો ખુદ તમારી સાથે જોડાય છે. તે વાત જેટલી મીડિયા પર લાગૂ થાય છે એટલી આપણી સંસદીય વ્યવસ્થા પર લાગૂ થાય છે! કારણ કે સંસદમાં માત્ર પોલિટિક્સ નથી, પોલિસી પણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500