Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 23,000 કરોડના મેરીટાઇમ પ્રોજેક્ટ્સ યોજનાઓ લોન્ચ કરી

  • October 19, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 23,000 કરોડ રૂપિયાના મેરીટાઇમ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી અને બ્લુ ઇકોનોમીનો એટલે કે દરિયાઇ અર્થતંત્ર માટે લાંબા ગાળાનો વિઝન ડોક્યુમેન્ટ પણ જારી કર્યો હતો. આ ડોક્યુમેન્ટમાં બંદરોની સુવિધાઓ વધારવાની, પર્યાવરણને અનુકૂળ ટકાઉ પદ્ધતિઓને ઉત્તેજન આપવાની અને આંતરરાષ્ટ્રીય સહકાર સાધવા વ્યૂહાત્મક પગલાં ભરવાની રૂપરેખા આપવામાં આવી હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. મુંબઇમાં યોજાઇ રહેલી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયાની ત્રીજી  સમિટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરી વડાપ્રધાને ભારતીય મેરીટાઇમ બ્લુ ઇકોનોમી માટે અમૃતકાલ વિઝન 2047 સાથે અનુરૂપ 23,000 કરોડ રૂપિયા કરતાં વધારે કિંમતના પ્રોજેક્ટસનું ખાતમૂહુર્ત કરી તેમને દેશને અર્પણ કર્યા હતા.



આ સમિટમાં મેરીટાઇમ સેક્ટરના મહત્વના મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવશે. જેમાં ભવિષ્યના બંદરો, ડીકાર્બનાઇઝેશન, કોસ્ટલ શિપિંગ અને આંતકજળ વ્યવહાર, શિપ બિલ્ડિંગ, સમારકામ તથા રિસાયકલિંગ, ફાયનાન્સ, મેરીટાઇમ કલસ્ટર અને મેરીટાઇમ પ્રવાસન જેવા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે. વડાપ્રધાને ગુજરાતમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે 4500 કરોડ રૂપિયાના ખર્ચે  બારમાસી ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ બાંધવા માટે શિલાન્યાસ કર્યો હતો. આ ગ્રીન ફિલ્ડ ટર્મિનલ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ-પીપીપી મોડમાં વિકસાવવામાં આવશે.



આ ટર્મિનલ સૂચિત ઇન્ડિયા-મીડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર માટે ભારતમાં વેપાર કરવા માટે ગેટવેની ગરજ સારશે અને ઇન્ટરનેશનલ ટ્રેડ હબ તરીકે ઉપસશે. આ ઉપરાંત વડાપ્રધાને મેરીટાઇમ સેક્ટરમાં ગ્લોબલ અને નેશનલ પાર્ટનરશિપમાં  7.16 લાખ કરોડ રૂપિયાના 300 એમઓયુ પણ સમર્પિત કર્યા હતા. મુંબઇમાં ઓગણીસ ઓક્ટોબર સુધી ચાલનારી આ સમિટમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના  પ્રધાનો, ગ્લોબલ સીઇઓ, બિઝનેસ લીડર્સ તથા અન્ય હિસ્સેદારો ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application