Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોડેકલમાં સિંચાઈ, પીવાના પાણી સંબંધિત વિકાસલક્ષી યોજનાઓ અને નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું

  • January 20, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેવાના હતા. તેમાં સવારે કર્ણાટકમાં વડાપ્રધાને યાદગીર અને કલબુર્ગી જિલ્લાની મુલાકાત લીધી. અહીં તેમણે કોડેકલમાં સિંચાઈ, પીવાના પાણી સંબંધિત વિકાસલક્ષી યોજનાઓ અને એક નેશનલ હાઈવેડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. દરમિયાન પીએમ મોદીએ એક સભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે, વિકાસના આ તમામ પ્રોજેક્ટથી કર્ણાટકના લોકોને ઘણો લાભ થશે. વડાપ્રધાનએ કહ્યું કે, સુરત-ચેન્નઈ ઈકોનોમી કોરિડોરના કર્ણાટકમાં આવતા ભાગ પર આજે કામ શરૂ થઈ ગયું છે.



તેનાથી યાદગીર, રાયચૂર અને કલબુર્ગી સહિત સમગ્ર ક્ષેત્રમાં ઈઝ ઓફ ડુઈંગ પણ વધશે અને રોજગારીને બળ મળશે. વડાપ્રધાનએ તેમના સંબોધન દરમિયાન કન્નડ ભાષામાં લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું કે યાદગીરની ધરતી સમૃદ્ધ વારસો ધરાવે છે. હું આ ઐતિહાસિક અને વારસાગત ભૂમિને નમન કરું છું. તમારો આ પ્રેમ અને સમર્થન મહત્ત્વપૂર્ણ છે. તમારો આશીર્વાદ જ મારી તાકાત છે. યાદગીરમાં અદભૂત સ્મારક, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. અહીં રાજા વેંકટપ્પા નાયકનું મહાન શાસન હતું જે ઈતિહાસમાં અદભૂત નિશાન છોડી ગયુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application