વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં વેક્સીન અભિયાન માટે જાગૃતિ લાવવા, ‘ટીકા ઉત્સવ’ મનાવવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર પત્ર લોકોને લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે, આજે મહાત્મા જ્યોતિબા ભૂલેની જયંતિથી, ‘ટીકા ઉત્સવ’ નો પ્રારંભ કરી રહ્યા છે જે બાબા સાહેબ આંબેડરની જયંતિ એટલે કે 14મી એપ્રિલ સુધી ચાલશે જે એક રીતે આ કોરોના સામેના જંગની શરુઆત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં કોરોના સામે લડવાના ચાર મંત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં પહેલા મંત્ર તરીકે તેમણે કહ્યુ છે કે, જે લોકો ઓછા ભણેલા છે અથવા જેઓ જાતે રસી લેવા જઈ શકે તેમ નથી તેમની મદદ કરે.
બીજા મંત્રમાં તેમણે કહ્યુ છે કે, જેમની પાસે રસી લેવા માટેના સાધન નથી અને જાણકારી નથી તેમને કોરોનાની સારવાર માટે લોકોએ સહાય કરે.
ત્રીજા મંત્ર તરીકે પીએમ મોદીએ કહ્યુ છે કે, હું પોતે પણ માસ્ક પહેરીશ અ્ને બીજાને પણ પહેરાવીશ તે પ્રકારના સંકલ્પ પર ભાર મુકવાનો છે.
જ્યારે ચોથા મંત્રી તરીકે તેમણે સલાહ આપી છે કે, કોઈને કોરોના થયો હોય તેવા સંજોગોમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાનુ નેતૃત્વ સમાજના લોકોએ કરવુ જોઈએ. જયાં એક પણ કોરોના કેસ આવ્યો છે ત્યાં લોકો આ પ્રકારના ઝોન બનાવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500