ભારતની રાજધાની દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ તારીખ 9 અને 10 સેપ્ટેમ્બર સુધી ચાલી હતી. બે દિવસ સુધી ચાલી આ G20 સમિટનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં G20 વર્ચ્યુઅલ સમિટનું સૂચન કર્યું હતું. આ સાથે વડાપ્રધાને G20 વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી હતી. સમાપન સમારોહ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ગતરોજ અમે વન અર્થ એન્ડ વન ફેમિલી સેશનમાં વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મને સંતોષ છે કે આજે G20 વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચરને લઈને આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં આપણે એવા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈશું. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ જોડાયેલા હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application