Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું, જાણો શું વાત કરી 'મન કી બાત'માં......

  • November 27, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાનએે આજે 95મી વખત 'મન કી બાત' કરી હતી. જયારે 'મન કી બાત'નાં આજે 95 એપિસોડ પૂરા થયા છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, 'મન કી બાત' સદી પૂરી કરવા તરફ આગળ વધી રહી છે. ટૂંક સમયમાં 'મન કી બાત'નાં 100 એપિસોડ પૂરા થશે. વડાપ્રધાનએ કહ્યું કે, આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું બીજુ માધ્યમ છે.



'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ G-20 અધ્યક્ષતાની વાત કરી અને તેમણે યુવાનોને અપીલ કરી કે, G-20ની યજમાનીને યાદગાર બનાવવા માટે યોગદાન આપો. G-20 સમિટની ભારત અધ્યક્ષતા કરશે. આઝાદીનાં અમૃત કાળમાં ભારતને મોટી જવાબદારી મળી છે. દેશનાં શહેરમાં G-20નાં કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, G-20ની અધ્યક્ષતા કરવી ભારત માટે ગૌરવની વાત છે. મોદીએ કહ્યું કે, વસુધૈવ કુટુમ્બકમ માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનએ કહ્યું કે, ડ્રોન ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.




હિમાચલનાં સફરજન ઝડપથી તમારા સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, સ્પેસ સેન્ટરમાં ભારત શાનદાર કામ કરી રહ્યું છે. તા.18 નવેમ્બરે રોકેટ વિક્રમ એસ અવકાશમાં છોડવામાં આવ્યું અને પ્રથમ ભારતીય અંતરીક્ષ વિમાન વિક્રમ-Sએ ઉડાન ભરી આમ ભારતે સ્પેસ સેક્ટરમાં ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાનએ ભારતની સંસ્કૃતિ વિશે વાત કરતા કહ્યું કે, બીજા દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ વધી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application