વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે જવાના હતા. જોકે, એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આ પ્રવાસને રદ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન 21 માર્ચે ભૂટાન જવાના હતા. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 21-22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂટાનનો રાજકીય પ્રવાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારની પાડોશી પ્રથમ નીતિ હેઠળ પીએમ મોદી 21-22 માર્ચે ભૂટાન જવાના હતા. ભારત અને ભૂટાન મોદીની બે દિવસીય રાજકીય પ્રવાસ માટે નવી તારીખોને અંતિમ રૂપ આપવા પર કામ કરી રહ્યાં છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 21-22 માર્ચે વડાપ્રધાન મોદીનો ભૂટાનનો રાજકીય પ્રવાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” પૂર્વ ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ બિહાર, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર વિસ્તારના કેટલાક ભાગમાં વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે ગત અઠવાડિયે ભારતના પાંચ દિવસના પ્રવાસે હતા. જાન્યુઆરીમાં વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. પોતાની યાત્રા દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ભૂટાનના પીએમે વિવિધ ઉદ્યોગોના પ્રમુખો સાથે બેઠક સિવાય કેટલાક અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application