Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થતા તાપી જિલ્લાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

  • September 26, 2023 

ભારત સરકારશ્રીના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર,2023 સુધી દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી કરવાનો ઉદ્દેશ ભારતીય સ્વચ્છતા લીગ 2.0, સફાઈમિત્ર સુરક્ષા શિબિર અને સામુહિક સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે દેશભરમાં કરોડો નાગરિકોની ભાગીદારી એકઠી કરવાનો છે. તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના સફળ માર્ગદર્શન હેઠળ અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ ઝુંબેશમાં જોડી સક્રિય રીતે સ્વચ્છતા જાળવવા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં બાળકો મહત્વની કળી છે. બાળકોના મનમાં સ્વચ્છતા જળવવા નાનપણથી એક સારી ટેવરૂપે આદત વિકસાવવામાં આવે તો દેશનું ભવિષ્ય એવા બાળકો આવનાર સમયમાં સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે છે.



આ બાબતને ગંભીરતાથી નોંધ લઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને પ્રાથમિક શિક્ષણાધિકારી તાપીના સહયોગથી પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ યોજાઇ રહી છે. જેમાં ખુશીની બાબત એ છે કે, સ્વચ્છતા જાળવવાની નેમ સાથે તમામ શાળાઓમાં બાળકો ઉત્સાહપૂર્વક સરકારશ્રીના મહાઅભિયાનમાં જોડાઈ રહ્યા છે. તાપી જિલ્લામાં તાજેતરમાં વ્યારા તાલુકાના "માયપુર" ગામના પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા કરવામાં આવી હતી. કુંભરાડ તાલુકો ઉચ્છલમાં શાળાના બાળકો માટે સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી અને શાળાના બાળકો દ્વારા સુકો કચરો અને ભીનો કચરો અલગ નાખવા અંગે સ્વચ્છતા સંદેશ આપવામાં આવ્યો હતો.



સોનગઢ તાલુકાના આમલપાડા ગામની પ્રાથમિક શાળામાં હેન્ડવોશ ડેમોસ્ટ્રેશન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાની રાનવેરી પ્રાથમિક શાળામાં નાના બાળકોને સ્વચ્છતાલક્ષી પેઇન્ટિંગની એકટીવીટી કરવામાં આવી હતી. વ્યારા ગ્રામ પંચાયતના મદાવ ખાતે હેંડવોશ પ્રવૃતિ, ઇન્દુ ગામ ખાતે ચિત્ર સ્પર્ધા, ઉચ્છલ તાલુકાના વડપાડા નેસુ પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સાથે “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત “ગાર્બેજ ફ્રી ઇન્ડિયા” થીમ અન્વયે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.



આ ઉપરાંત સ્થાનિક નાગરિકોની સાથે મેળી સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર સ્થળોની સાફ-સફાઈ, સફાઈ મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ, સખીમંડળની બહેનો સાથે બેઠક, જળાશયોની નજીકના વિસ્તારોને સ્વચ્છ રાખવા અને તેની આસપાસ વૃક્ષારોપણ કરવું, હાટ બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની આડ અસરો વિશે જાગૃતિ ફેલાવવા, ઘરેઘરેથી એકત્રિત થતાં કચરા (સુકો અને ભીનો)ને અલગ કરવા માટે જાગૃતિ, એકત્રિત થયેલા ભીના કચરાનો કમ્પોસ્ટપિટના ઉપયોગથી નિકાલ જેવે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application