Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાનાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ વાવાઝોડા બાદ બાગાયતી પાકોમાં રાખવાની થતી પ્રાથમિક તકેદારીઓ

  • May 22, 2021 

વાવાઝોડા બાદ પડી ગયેલ ઝાડ/છોડ ને સૈાપ્રથમ કાપી/છટણી કરી વધારાનો ડાળીઓનો ભાર હળવો કરવો. નાના છોડને ઉભા કરી મુળ ઉપર માટી ચડાવી ટેકો આપવો. ઝાડ/છોડ પળ્યાની વિરૂધ દિશામાં મુળના ભાગમાં ખાડો કરી છાણીયું ખાતર, મોરમ મીક્ષ કરી લેવલ કરી નાખવું ત્યારબાદ ઝાડ/છોડને જમીનમાં હયાત મુળ ન તુટે તે રીતે ઉભો કરી ખાડો ભરી થળના ભાગમાં પાળા ચડાવી ટેકો આપવો. ઝાડ/છોડ આસપાસ ખામણું કરી કોપર ઓક્સીક્લોરાઇડ ૬૦ ગ્રામ/૧૫ લીટર અથવા કાર્બેન્ડાઝીમ ૧૫ ગ્રામ/ ૧૫ લીટર પાણી સાથે ભેળવી હળવું પીયત આપવું.

 

 

 

ઝાડ/છોડ કાપેલી/છટણી કરેલી ડાળીઓ પર બોર્ડીપેસ્ટ (મોરથુથુ, ચુનો, પાણી, ૧કિગ્રા+૧લી.) અથવા કોપર ઓક્સીક્લોરાઇડ (૬૦ ગ્રામ/૧૫લીટર) + સ્ટેપ્ટોસાઇકલીન (૧.૫ ગ્રામ / ૧૫ લીટર) નો છટકાવ કરવો. આ તકેદારીઓથી ઝાડ/છોડ પડી ગયા અથવા ઉખડી ગયા હોય તો કદાચ બચાવી પણ શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application