Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સુરતનું ગૌરવ’ : સરકારી નર્સિંગ કોલેજનાં ૨ વિદ્યાર્થીઓની એઇમ્સમાં ‘નર્સિંગ ઓફિસર‘ તરીકે પસંદગી

  • July 21, 2023 

સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરી સુરત શહરેનું ગૌરવ વધાર્યું છે. વર્ષ ૨૦૨૨માં સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી B.SC ઇન નર્સિંગ પૂરું કરી ૬ મહિનાની સખત મહેનત બાદ તા.૩ જૂન ૨૦૨૩માં લેવાયેલી NORCET 4માં હિમિષ પટેલે સમગ્ર દેશમાં ૩૦૪ અને આશિષ જાદવે ૮૧૮મો રેન્ક મેળવી દેશભરનાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૪ વર્ષમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના ૧૩ છોકરી અને ૭ છોકરાઓ સહિત કુલ ૨૦ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી એઇમ્સ NORCETમાં આગવું સ્થાન મેળવ્યુ છે. ૩ જૂન ૨૦૨૩ની પરીક્ષામાં ૩૦૫૫ જગ્યા માટે સમગ્ર દેશમાંથી આશરે ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતનાં ૨ વિદ્યાર્થીઓ સહિત રાજયભરના ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા ‘નર્સિંગ ઓફિસર‘ તરીકે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું.



‘કોરોનાકાળ દરમિયાન મળેલી તકને કારણે પ્રેક્ટિકલ જ્ઞાનને આધારે પૂછાતા પ્રશ્નો હલ કરવામાં સરળતા હિમિષ પટેલ’ મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના વતની હિમિષે કહ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાકાળ દરમિયાન મળેલી કામ કરવાની તકને કારણે પરીક્ષામાં પ્રેક્ટિકલ જ્ઞાનને આધારે પૂછાતા પ્રશ્નોમાં ખૂબ સરળતા રહી. સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ સુવિધાઓ તેમજ તેના વિભાગોને દેશભરમાં કાર્યરત એઇમ્સ સાથે સરખાવતા તેમણે કહ્યું કે, સુરત સિવિલ અને એઇમ્સની કાર્ય પધ્ધતિની સામ્યતાને કારણે આગળ કામ કરવામાં સરળતા રહેશે. રોજના ૬થી ૮ કલાકનું વાંચન કરતા હિમેષ નિયમિતતા અને શિસ્તબદ્ધતાને પોતાની સફળતાનો શ્રેય આપે છે. પછાત ગામડાઓમાં સમાવિષ્ટ મારા ગામના ગ્રેજ્યુએટ યુવક યુવતીઓને પગભર કરી ગામનો વિકાસ કરવાનો ધ્યેય આશિષ જાદવ’ ‘ધ્યેયની મક્કમતા જ સફળતા તરફ પ્રથમ પગલું છે’ આ ઉક્તિને ન્યાય આપતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડા સારોલ ગામના રહેવાસી આશિષ જાદવ કોઈ પણ ક્ષેત્રે ઉત્તીર્ણ થવા માંગતા વિદ્યાર્થીઓને મક્કમ ધ્યેય સાથે આગળ વધવા આહ્વાન કરે છે.



તેમજ નર્સિંગ ક્ષેત્રે નામના મેળવી તેઓ પોતાના પછાત ગામડાના ગ્રેજ્યુએટ યુવક યુવતિઓને યોગ્ય માર્ગદર્શન થકી પગભર બનાવવામાં મદદ કરી ગામનો વિકાસ કરવાનો ધ્યેય રાખે છે. હિમિષ અને આશિષ પોતાની સફળતા માટે પરિવારજનોના સાથ-સહકારની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના શિક્ષકો દ્વારા મળેલા માર્ગદર્શનને પણ શ્રેય આપે છે. તેમની આ સફળતા માટે વીર નર્મદ યુનિ.નાં વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને સબ રજિસ્ટ્રાર આર.સી.ગઢવી તેમજ સરકારી નર્સિંગ કોલેજ, સુરતનાં આચાર્ય ડૉ.ઇંદ્રાવતી રાવ અને નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ બહુમાન કર્યું હતું. જેમાં નર્સિંગ એસોસિયેશન ટીમના હોદ્દેદારો નીલેશ લાઠીયા, વિરેન પટેલ, ચેતન આહીર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application