Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્‌સ કૉલેજ વલસાડનું ગૌરવ

  • September 24, 2020 

ઉચ્‍ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગરના એન.એસ.એસ. વિભાગ દ્વારા દર વર્ષે પ્રોગ્રામ ઓફિસર અને સ્‍વયંસેવકોને પ્રોત્‍સાહન આપવાના ભાગરૂપે તેમની ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ રાજ્‍યકક્ષાના રાષ્‍ટ્રીય સેવા યોજના એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ૨૦૧૮-૧૯ના પ્રોગ્રામ ઓફિસરના રાષ્‍ટ્રીય સેવા યોજના એવોર્ડ માટે શ્રીમતી જે.પી.શ્રોફ કૉલેજ, વલસાડના પ્રોગ્રામ ઓફિસર દિનકરરાય જે. ટંડેલની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ તેમને છેલ્લા ત્રણ વર્ષની કામગીરીને આધારે આપવામાં આવે છે.

 

આ એવોર્ડ તા.૨૪/૯/૨૦૨૦ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે એન.એસ.એસ. સેલ, ઉચ્‍ચ કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે યોજાનાર એવોર્ડ વિતરણ સમારંભમાં એનાયત કરાશે. આ રાષ્‍ટ્રીય કક્ષાનો એવોર્ડ શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્‌સ એન્‍ડ કોમર્સ કૉલેજ, નૂતન કેળવણી મંડળ તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે આનંદનો અવસર છે. જે બદલ કૉલેજ પરિવારે ડૉ.દિનકર ટંડેલ અને કૉલેજના એન.એસ.એસ. વિભાગને અભિનંદન પાઠવ્‍યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application