Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

1 એપ્રિલથી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવમાં વધારો થશે

  • March 16, 2024 

જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ માટે સતત દવા આવે છે તો જાણી લેજો કે, પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં તોતિંગ વધારો થશે. 1 એપ્રિલથી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવ વધવાના છે. આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વધશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા ફેરફારના કારણે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે.


આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વર્ષે એકવાર વધારવાની છૂટ હોય છે. તેથી દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવ વધ્યા હોવાથી દવાઓના ભાવમાં વધારો ઝીંકાશે. પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓ 1 એપ્રિલથી મોંઘી બની જશે. વાસ્તવમાં, સરકાર વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફારને અનુરૂપ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


મળતી માહિતી મુજબ, વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગ દવાઓની કિંમતો વધારવાની માંગ કરી રહ્યો હતો. દવા બનાવવા માટેના રો મટિરિયલના ભાવમાં 15 ટકાથી 130 ટકા સુધીનો વધારો થયો હોવાની જણાવીને તેમણે દવાના ભાવમાં વધારો માગ્યો છે. પેરાસિટામોલને રો મટિયિરલના ભાવમાં 130 ટકાનો અને સુધીનો વધારો થઈ ગયો છે. ગ્લિસરિન, પ્રૌયિલીન ગ્લાયકોલ, દવા બનાવવા માટે વપરાતા ઓરલ ડ્રોપ-ટીપાંના ભાવમાં પૈણ વધારો થશે. આ વધારો 80થી 250 ટકા સુધીનો છે.


ઇન્ટરમિડિયેટ્સના ભાવમાં પણ 10 ટકાથી માંડીને 150 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. કોરોના કાળમાં બહુ જ ઉપયોગી સાબિત થયેલી એઝિથ્રોમાઈસિનના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  દેશમાં વિટામિન અને મિનરલ્સની દવાઓનું પ્રમાણ પણ વદ્યું છે. ત્યારે ચેપ વિરોધી દવાઓના ભાવમાં તથા એનિમિયાના દરદીઓ એટલે કે હિમોગ્લોબિનની અછત ધરાવતા 1 દદીઓ માટેની દવાઓના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે. વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓના ભાવ પણ વધી જશે. કોવિડનો હળવો અને ભારી કે ચેપ ધરાવનરાઓને સારવાર આપવા વપરાતી દવાઓના ભાવમાં પણ પહેલી એપ્રિલથી વધારો જોવા મળશે. સ્ટીરોઈડ્સના ભાવમાં પણ વધારો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સરકાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) માં વાર્ષિક ફેરફારને અનુરૂપ, .0055% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. ગયા વર્ષે અને 2022 માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ દવાઓના ભાવમાં 12% અને 10% નો વિક્રમી વાર્ષિક વધારો કર્યા પછી, ફાર્મા ઉદ્યોગ માટે આ એક સામાન્ય વધારો હશે. સમાયોજિત કિંમતો રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિમાં સમાવિષ્ટ 800 થી વધુ દવાઓને આવરી લેશે. સુનિશ્ચિત દવાઓના ભાવમાં વર્ષમાં એકવાર ફેરફાર કરવાની મંજૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application