Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એક દિવસનાં નેપાળ પ્રવાસ પહેલાં ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરી અટકાવી

  • May 15, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસના નેપાળ પ્રવાસ પહેલાં ઉત્તર પ્રદેશ પોલીસ અને સશસ્ત્ર સીમા બળ (એસએસબી)એ ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરી અટકાવી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આમંત્રણથી વડાપ્રધાન મોદી રવિવારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નેપાળમાં લુમ્બિનિની મુલાકાત લેશે. ભારત-નેપાળ સરહદે આતંકીઓની હીલચાલને ટાળવા માટે સુરક્ષા એજન્સીઓને સરહદ પાર કરનારા લોકોની ઓળખની ખાતરી કરવા જણાવાયું હતું તેમ એસએસબીના ગોરખપુર સેક્ટરના ડીઆઈજી મનજિતસિંહ પાડ્ડાએ જણાવ્યું હતું.



તેમણે ઉમેર્યું કે, નેપાળના મુખ્ય માર્ગો પર એસએસબી પોસ્ટ પર સીસીટીવી ગોઠવાયા છે. કેફી પદાર્થો અને હથિયારો શોધી કાઢવામાં તાલિમબદ્ધ ડોગ સ્ક્વોડ અને મહિલા પાંખને પણ નિયુક્ત કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, સોનૌલિ અને થુટિબારીની મુખ્ય ચેકપોસ્ટ પર મેટલ ડિટેક્ટર્સ અને બેગેજ સ્કેનર્સ ગોઠવાયા છે. એસએસબીએ ખાસ કરીને રાત્રીના સમયે થતી ઘૂસણખોરી રોકવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને પેટ્રોલિંગ કરતી ટૂકડીઓને એલર્ટ પર રખાઈ છે. ઈન્ટેલિજન્સ યુનિટને પણ સરહદ નજીક ધાર્મિક સ્થળો પર નજર રાખવા જણાવાયું છે.પીએમ મોદીની મુલાકાતના પગલે મહારાજગંજ, સિદ્ધાર્થનગર અને બલરામપુર જિલ્લાઓની સરહદો પર પોલીસ અને એસએસબીને એલર્ટ પર રખાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application