Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : આડા સંબંધનો વહેમ રાખી પતિએ કુહાડીનાં ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • June 13, 2024 

તિલકવાડા તાલુકાનાં ઉંચાદ ગામે રહેતા મહેશભાઈ છગનભાઈ ભીલ તેની પત્ની સુશીલાબેન ભીલ પર અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો. જેથી સુશીલાબેન ભીલ સીમ વિસ્તારમાં ગયા હતા. ત્યાં મહેશે આવી સુશીલાબેનને તારે બીજા લોકો સાથે આડા સંબંધ છે તેમ કહી માથામાં કુહાડીના ઘા મારી ઘટના સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. સાંજ સુધી પણ સુશીલાબેન ઘરે નહિ આવતા તેમના પરિજનોએ તપાસ કરતા મૃત હાલતમાં મળી આવી હતી.


ઘટનાની જાણ થતાં તિલકવાડા પોસઈ જે.એમ.લટા અને અન્ય કર્મીઓ સાથે તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના માણસોને બાતમી મળી હતી કે, આરોપી મહેશ ભીલ ઉંચાદ ગામની સીમ વિસ્તારમાં જ છે. જે બાતમીના આધારે પોલીસ વોચ રાખી તપાસ કરતા આરોપી મહેશ ભીલ ઝડપાઈ જતાં તેને તિલકવાડા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application