કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં હાઇવેના સર્વિસ રોડ ઉપર પડેલા ખાડા ઉપરાંત વરસાદી પાણી નિકાલના અભાવે ઉભી થયેલી પરિસ્થિતિને લઈ મોટો વિવાદ ઉભો થયો હતો. આખર કલેકટરે સ્થળ મુલાકાતે આવવું પડ્યું હતું અને ત્યારબાદ ગતરોજ નેશનલ હાઈવે ઓર્થોરિટી અને કડોદરા પાલિકા દ્વારા ભારે પોલીસ બંધોબસ્ત સાથે CNG કટથી કડોદરા તરફ આવતા રોડ ઉપર સર્વીસ રોડની બાજુમાં 14 મીટર જગ્યામાં ડીમોલિશનની કામગીરી હાથ ધરી હતી. સુરત કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર-48ના સર્વીસ રોડ ઉપર ઘૂંટણ સમા ખાડા પડવાની સાથે ચોમાસા દરમિયાન પાણી નિકાલની વ્યવસ્થા ન હોઈ ગંભીર સમસ્યા ઉભી થઇ હતી.
જોકે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી હતી અને સ્થાનિક ધારાસભ્યએ જિલ્લા સંકલનમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો મહત્વની બાબત એ છે કે, કડોદરામાં ભૂગર્ભ ગટર લાઇન નથી જે બાબતને લઈ કલેકટરશ્રી આયુષ ઓકે સ્થળ મુલાકત લઈ હાઇવે ઓર્થોરિટી અને પાલિકાને સકલનમાં રહી નિરાકણ લાવવા સુચના આપી હતી જેને અનુલક્ષીને નેશનલ હાઈવે ઓર્થોરિટી અને કડોદરા પાલિકાએ ગતરોજ ભારે બંદોબસ્ત સાથે CNG પંપથી કડોદરા ચાર રસ્તા તરફના સર્વિસ રોડની બાજુમાં બોક્ષ ડ્રેનેજથી 14 મીટર સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી એ જગ્યા ખુલ્લી થયા બાદ વરસાદ બંધ થતાની સાથે પાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી કરાશે. આજરીતે કડોદરા ચાર રસ્તાથી CNG પંપ તરફ જવાના રસ્તા ઉપર પણ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application