Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ ગુજરાતનાં પ્રવાસે : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા

  • October 03, 2022 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.




રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે.  ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.




જયારે આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’નું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે કરાશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 373 કરોડના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application