પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓએ સદૈવ અટલ મેમોરિયલ પહોંચીને અટલજીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાથે જ સંસદમાં વડાપ્રધાન મોદીએ અટલજી પર આધારિત એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અટલ બિહારી વાજપેયીની જયંતીની ઉજવણી કરી રહ્યું છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસરે સદૈવ અટલ પર કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં ટ્વીટ કર્યું-પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મ જયંતી પર શત-શત નમન. પોતાના દૂરંદેશી નેતૃત્વમાં તેઓએ દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચાડ્યો. એક સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમના પ્રયાસોને હંમેશા સ્મરણ કરવામાં આવશે.
पूर्व प्रधानमंत्री आदरणीय अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर शत-शत नमन। अपने दूरदर्शी नेतृत्व में उन्होंने देश को विकास की अभूतपूर्व ऊंचाइयों पर पहुंचाया। एक सशक्त और समृद्ध भारत के निर्माण के लिए उनके प्रयासों को सदैव स्मरण किया जाएगा।
— Narendra Modi (@narendramodi) December 25, 2020
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અટલ જયંતીના અવસર પર ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તથા રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર તેમને કોટિ કોટિ નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા આપણા માટે હંમેશા પ્રેરણાનું કેન્દ્ર રહેશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા દેશભરમાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, સાંસદો, ધારાસભ્યો સામેલ રહશે. ખેડુતો માટે ચૌપાલ લગાવવામાં આવશે અને તેઓને વડાપ્રધાનનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન, ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને કૃષિ કાયદા અંગે લખેલા કૃષિ મંત્રીના પત્રનું વિતરણ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500