Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજાયા, ભારત અને સુરીનામે નિર્માણનાં ક્ષેત્રમાં ત્રણ મોટા એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા

  • June 06, 2023 

સુરીનામ પ્રવાસે ગયેલા ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ભારના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, આ સન્માન ભારતના 140 કરોડથી વધુ લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને પણ સમર્પિત કરું છું જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


ભારત અને સુરીનામે ગતરોજ આરોગ્ય અને કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. આ અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુ અને તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક પણ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ પ્રવાસ પર છે. સુરીનામાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતની જેમ સુરીનામમાં પણ અનેક જાતિ, ભાષા અને ધર્મના લોકો રહે છે.


તેમણે કહ્યું કે ભારત અને સુરીનામ વચ્ચે મિત્રતાનો પાયો મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના આધાર પર બાંધવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે સંરક્ષણ અને કૃષિ સહિત અનેક ઉદ્યોગોએ એકબીજાને સહકાર આપવો પડશે. પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને ભારતમાંથી દવાઓ સોંપી હતી. ભારતમાંથી સુરીનામની છેલ્લી રાષ્ટ્રપતિની મુલાકાત વર્ષ 2018માં થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application