Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાલ ૯૭ ટકા કામગીરી સાથે રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે આ જિલ્લો, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલએ જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

  • November 09, 2021 

રાજ્યના મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ જિલ્લાઓમાં સરકારની ૫૬ જેટલી બાબતોનું દરરોજ રીવ્યુ થતું હોય છે. જેમાં સરકારના મહત્વના ૧૧ જેટલા વિભાગોની યોજનાકિય તમામ કામગીરીઓની પ્રગતિ,સિધ્ધિઓની વિગતોની ઓનલાઈન એન્ટ્રીઓ કરવામાં આવે છે. જેમાં તાપી જિલ્લો હાલ ૯૭ ટકા કામગીરી સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે. જોકે કામગીરીના પ્રમાણમાં દરરોજ રેન્કીંગમાં ફેરફાર થતો રહે છે.

 

 

 

 

તાપી જિલ્લા કલેકટર શ્રી એચ.કે. વઢવાણિયા દ્વારા મંત્રીને વિગરવાર જાણકારી આપવામાં આવી હતી.

તાપી જિલ્લા કલેકટર શ્રી એચ.કે. વઢવાણિયા દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ કામોનું પ્રેશનટેશનના માધ્યમથી તેમાં સીએમ ડેશબોર્ડ, સુસાશનની દિશામાં આગવી પહેલ રૂપે રાત્રી ગ્રામસભા, નાગરિક પુરવઠો, પ્રવાસન સ્થળો, યાત્રાધામની વિગતો તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કોવિડ વેકસિનેશન કામગીરીથી પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલને વિગરવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે,સીએમ ડેશબોર્ડ અંતર્ગત તાપી જિલ્લો ૯૭ ટકાની સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે. તેમણે જિલ્લામાં કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજનની પણ વિસ્તૃત જાણકારી મંત્રીને આપી હતી. મંત્રીએ તાપી જિલ્લામાં વેકસિનેશનની કામગીરીથી ખુશી વ્યક્ત કરી જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

સરકારના મહત્વના ૧૧ જેટલા વિભાગોની યોજનાકિય તમામ કામગીરીઓની પ્રગતિ,સિધ્ધિઓની વિગતોની ઓનલાઈન એન્ટ્રીઓ કરવામાં આવે છે. જેમાં તાપી જિલ્લો હાલ ૯૭ ટકા કામગીરી સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application