Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12થી 18મી સપ્ટેમ્બર યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ

  • September 10, 2024 

યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12થી 18મી સપ્ટેમ્બર યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દુર દુરથી લાખો માઈભક્તો માં અંબાના દર્શને આવતા હોવાથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે રૂપિયા 3 કરોડનું વીમા કવચ પુરૂ પડાશે. અકસ્માત કેસમાં યાત્રિકને રૂપિયા 3 લાખ વિમા ક્લેઈમ મળશે તેવું આયોજન કરાયું છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12થી 18 સપ્ટેમ્બરનાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતેનાં મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યનાં તથા મુંબઈ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાંથી લાખ્ખો માઈભક્તો મા અંબાના દર્શને આવે છે. ત્યારે પદયાત્રીઓની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચિંતા કરી છે. જેમાં દર વર્ષ જેમ આ વર્ષે પણ અહી દર્શને આવતા યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાનિ જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે.


યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ નિમિત્તે 21 દિવસ સુધી આ વીમા કવચ માન્ય રહેશે. આ વિમાં કવચમાં યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશનન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાની જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 14થી 15 લાખ પ્રીમિયમ ભરવામાં આવ્યું છે અને આ વીમો રૂપિયા 3 કરોડ સુધી છે. અંબાજી મહામેળામાં 30 લાખથી વધારે ભક્તો માતાજીના દર્શને આવતા હોય પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પાંચ હજાર કરતાં વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તહેનાત રહેશે. તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની સિક્યુરિટી પણ રખાશે. 332થી વધુ કેમેરા 20 જેટલી મહિલાઓની સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ધર્મ શાળાઓ અને હોટેલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રેવશ મંજુરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ તહેનાત રાખવામાં આવી છે. અંબાજીના મહાકુંભ મેળામાં દર્શન, ભોજન, વિસામો, પાકગ સહિતની સુવિધાઓ માટે 26 સમિતિઓ બનાવાઈ છે. તમામને પોતાના કામની વહેંચણી કરાઈ છે.


જે વ્યવસ્થાપન તંત્રની દેખરેખ હેઠળ કાર્યરત રહેશે. અંબાજી મેળામાં અત્યાર સુધી વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી પદયાત્રા એ આવતા 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં બ્રોસર અને ક્યુઆરકોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો જાણી શકાશે તે પ્રકારની આધુનિક વ્યવસ્થા પણ કરાઈ છે. મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તો સવારે 6થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે. એલઈડી સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાકગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application