પ્રભાસની સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’નો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી શરૂ થઈ છે. અગાઉ પ્રભાસ ફિલ્મના ત્રીજા ભાગની શક્યતા નકારી ચૂક્યો છે. આ સંજોગોમાં હવે આ પ્રોજેક્ટ કેવી રીતે આકાર લે છે તે અંગે ચાહકોની ઉત્સુકતા વધી છે. ફિલ્મના નિર્માતા જ્ઞાનવેલ રાજાએ કન્ફર્મ કર્યું હતું કે ત્રીજા ભાગ માટે બ્રેઈન સ્ટોર્મિંગ શરુ થઈ ગયું છે. હાલ સ્ટોરી ડેવલપ થઈ રહી છે. જોકે, તેમણે કહ્યું હતું કે મારે કોઇ ઉતાવળ કરવી નથી. મારે આ ફિલ્મને પૂરો સમય આપવો છે જેથી દર્શક આ સીકવલ જોતી વખતે તેનાં પાત્રો સાથે જોડાઇ શકે. અગાઉ સ્ક્રિપ્ટ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદ અને લીડ અભિનેતા પ્રભાસે ઇશારો કર્યો હતો કે, બાહુબલીની વાર્તા પૂરી થઇ ગઇ છે. ફૂલ ફલેજ્ડ ફિલ્મને બદલે વેબ સીરીઝ બનાવવાની શક્યતા પણ ચર્ચાઈ હતી. જોકે હવે જ્ઞાનવેલ રાજાની હાલની ઘોષણાએ પ્રશંસકોની ઉત્સુકતા વધારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application