ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર માટેની સામગ્રી મંગાવતી હોય છે ત્યારે આ પ્રકારની સામગ્રી બનાવતા વેપારીઓએ પહેલેથી જ તૈયારી કરી મૂકી હતી ખાસ કરીને ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીની જે રીતે ગુજરાતમાં ત્રીપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે તેને લઈને વેપારી દ્વારા તમામ પાર્ટીઓના ઝંડા બેનરો-ટીશર્ટ સાડી અને તમામ ઉમેદવાર પોતાના ખભે પેરતા ખેસ મોટી સંખ્યામાં બનાવી રાખ્યો છે.
ભારત દેશની રાજકારણમાં ગુજરાતનું રાજકારણ સૌથી અગ્રેસર રહ્યું છે તેમાં પણ ગુજરાતના રાજકારણ પર જ્યારે સમગ્ર દેશની નજરો છે તે સમયે ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે ચૂંટણીની જાહેરાત થતા ની સાથે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી ચૂંટણી જંગની ત્યારી શરૂ કરી દીધી છેસાથે સાથે પાર્ટીનો પ્રચારપંચ શરૂ કર્યો છે.
જોકે ચૂંટણી સમયે તમામ પાર્ટી પોતાની રાજકીય પાર્ટીના ઝંડા બેનરો સહિતની સામગ્રીનો પ્રચારમાં ઉપયોગ કરતી હોય છે ત્યારે સુરતના વેપારીઓએ ચૂંટણીને ધ્યાનમાં રાખી આગોતરું પહેલેથી જ તમામ સામાન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી ખાસ કરીને સુરતમાં તમામ પાર્ટીઓના ઝંડા જીએસટી મોટા નેતાઓના હોળી સામગ્રી તૈયાર કરી દેવામાં આવી છેઅને ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ આ તમામ સામગ્રી સુરતના વેપારીઓ પાસેથી ઉમેદવારો મંગાવાની શરૂઆત કરશે.
ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી જે રીતે મેદાન ઉતરી છે તેને લઈને વેપારીઓને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે, આમ તો સુરતના વેપારી દેશભરની 20 જેટલી રાજ્ય પાર્ટીઓની તમામ વસ્તુ લાંબા સમયથી બનાવે છે અને 2022-2023 અને 2024 માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સામાન્ય અત્યારથી તૈયારી કરવા માંડ્યા છે જોકે આ વેપારીને આ સમયે 2022 માં ગુજરાત સાથે હિમાચલ પ્રદેશ થી ઓર્ડર મળે તેવી અસંકા વ્યક્ત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500