વતન વડનગરમાં રવિવારના રોજ હીરાબાની પ્રાર્થના સભા અને બેસણું યોજાશે. પીએમ મોદીના માતા હીરાબાનું આજે અવસાન થયું છે. શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે આજે અંતિમ સંસ્કાર થયા હતા. પીએમ મોદી અને પરીવાર હીરાબાના અવસાન બાદ ભાવુક થયો હતો. રવિવારે સવારે 9 થી 12 દરમિયાન પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરમાં જ સવારે 9 વાગે બેસણું યોજવામાં આવશે.
નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે માતાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગાંઘીનગર સેક્ટર 30 સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મોદી પરિવાર ભાવુક થયો મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવા જણાવ્યું. મોદીના માતા હીરાબાની 100 વર્ષની ઉંમર હતી. દિગ્ગજ નેતાઓ અને દેશભરમાંથી જાણીતી હસ્તીઓ સહિત લોકોએ શોક સંદેશો પ્રગટ કર્યો હતો.
હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 કલાકે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ મંગળવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઉધરસની પણ તકલીફ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500