સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધ બનાવવામા આવી રહ્યા છે. જેના માટે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અનેક યોજનાઓની સાથે નૂતન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વની કારગત સાબિત થઈ રહી છે ત્યારે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાકની સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વિવિધ ઉત્પાદન થકી વધુ સારી આવક મેળવી શકશે. નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકાના ગામે ગામ જઈને માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ રહી છે.
ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિની સમજ કેળવાય અને કૃષિનો વધુ વ્યાપ વધે તેવા આશય સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને વાસ્તવમાં ધરતી ઉપર ઉતારવા જેને સાર્થક કરવા નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ખેતી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના નિષ્ણાંતો તેમજ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન થકી ખાસ તાલીમ પામેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા જિલ્લામાં ક્લસ્ટર બેઝ તાલીમો સાથે પ્રાકૃતિક ખેતીના મહત્વતા અને સરકારશ્રીની અનેક યોજનાઓ અંગે માહિતી ખેડૂતોને આપવામા આવી રહી છે. વધુમા વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા તથા સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામા આવી છે.
જેવી કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના:- આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેતી અને કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવા આવી છે. જેના થકી ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક રૂ.૪ ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના:- સિંચાઈ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળના લાભાર્થીઓના ખેતરમાં પાણી પહોંચાડવા આવે છે. જે ‘‘પર ડ્રોપ મોર ક્રોપ’’ ડ્રીપ ઈરીગેશન થકી દીઠ વધુ પાક મેળવવા માટેની યોજના છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના:- કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજાર આપવામા આવે છે. દેશના કોઈપણ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે, જે વેબસાઇટ દ્વારા ઓનલાઇન કોઇપણ ખેડૂત અરજી કરી શકે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના:- કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોના પાકને નુકશાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે રહે છે અને આફત, રોગ-જીવાત કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
i-ખેડૂત એક નવીન સોપાન:- રાજયના ખેડુતોને ખેતી માટે જરૂર પડતી ખેત-સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારોમા ચાલી રહેલ બજાર ભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યરત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500