Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રભાસની ‘સાલાર’ ફિલ્મે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી : બે અઠવાડિયામાં ફિલ્મે 300 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું

  • January 06, 2024 

ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર દરરોજ કરોડોનું કલેક્શન કરી રહી છે. સાલાર તારીખ 22 ડિસેમ્બરે ડંકીના એક દિવસ બાદ રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝ થતા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધુ. દરમિયાન ફિલ્મે પોતાની ઓપનિંગ પર 90 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતુ અને વર્ષ 2023ની સૌથી મોટી ઓપનરનો રેકોર્ડ પોતાના નામે કર્યો. બે અઠવાડિયામાં ફિલ્મે 300 કરોડથી ઉપરનું કલેક્શન કરી લીધુ છે. પ્રભાસની સાલાર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે અને આ સાથે આ ફિલ્મને જોવા માટે થિયેટર્સમાં 15માં દિવસે પણ દર્શકો પહોંચી રહ્યા છે. ફિલ્મે 90 કરોડથી વધુનું કલેક્શન કરીને વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર થવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.



ત્યારબાદ ફિલ્મનું પહેલા અઠવાડિયાનું કલેક્શન 308 કરોડ રૂપિયા રહ્યુ. પ્રભાસની ફિલ્મ સાલાર પોતાની રિલીઝના 15માં દિવસે 0.52 કરોડનું કલેક્શન કરી શકે છે. આ આંકડામાં પરિવર્તન થઈ શકે છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 378.69 કરોડ સુધી પહોંચી જશે. સાલાર કાલ્પનિક ડાયસ્ટોપિયન શહેર-રાજ્ય ખાનસાર પર આધારિત છે. ફિલ્મ એક આદિવાસી દેવા (પ્રભાસ) અને ખાનસારના રાજકુમાર વરધા (પૃથ્વીરાજ સુકુમારન)ની વચ્ચે મિત્રતાની કહાની છે જે કોઈ ઘટનાના કારણે દુશ્મન બની જાય છે. ફિલ્મમાં શ્રુતિ હાસન, ર્ઈશ્વરી રાવ, જગપતિ બાબુ અને શ્રિયા રેડ્ડીએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ તારીખ 22 ડિસેમ્બરે તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ અને હિંદીમાં રિલીઝ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News