Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તારીખ 22 ડિસેમ્બરે પ્રભાસની ફિલ્મ 'સલાર' અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ વચ્ચે થશે ટક્કર

  • September 30, 2023 

પ્રભાસની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'સલાર' રિલીઝ થવાની ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોથી ફિલ્મ રિલીઝ ન થઈ શકી અને તેની તારીખ આગળ લઈ જવામાં આવી. હોમ્બલે ફિલ્મે અધિકૃત રીતે ફિલ્મની રિલીઝ થવાની તારીખની જાહેરાત કરી દીધી. ફિલ્મ 'સાલાર ભાગ-1 સીઝફાયર' તારીખ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટીઝર ખૂબ જોરદાર છે, જેને જોયા પછી તેના ચાહકો ફિલ્મને રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. નિર્માતાએ ફિલ્મનું એક જોરદાર પોસ્ટર પણ જાહેર કર્યુ છે. જેમાં પેન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં સાઉથના જાણીતા એક્ટર પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળે છે.



જે પોતાની દમદાર એક્ટિંગથી ફિલ્મને મોટી સફળતા અપાવવા માટે તૈયાર છે આ ફિલ્મ માટે એક્શનના માસ્ટર પ્રશાંત નીલ અને મેગાસ્ટાર પ્રભાસની જોડી પહેલીવાર સાથે જોવા મળશે. સલારને પ્રશાંત નીલ દ્વારા લખવામાં આવી અને ડાયરેક્ટર કરવામાં આવી છે. ફિલ્મમાં લીડ એક્ટર પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમાર સિવાય શ્રુતિ હાસન અને જગપતિ, ટીનુ આનંદ, ઈશ્વરીય રાવ, શ્રિયા રેડ્ડી અને રામચંદ્રા રાજુ જોવા મળે છે. શાહરુખ ખાન આ વર્ષે એક પછી એક હીટ ફિલ્મ આપી રહ્યા છે. પહેલા પઠાણ અને તેના પછી તરત આવેલી જવાને બોક્સ ઓફિસ તહેલકો મચાવી દીધો છે. કિંગ ખાનની અપકમિંગ ફિલ્મ ડંકી માટે ફેન્સ ખૂબ એક્સાઈટ છે. તમારી જાણકારી માટે કે ‘ડંકી’ પણ ક્રિસમસના તહેવારમાં એટલે કે તારીખ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આવામાં પ્રભાસ અને શાહરુખ ખાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકરાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application