Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામવાની શક્યતા- જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

  • July 10, 2021 

છેલ્લા પંદર દિવસથી રિસામણે બેઠેલા મેઘરાજાએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવે આગમનની તૈયારી કરી લીધી હોય તેમ ગઈકાલથી  સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે લાંબા વિરામ બાદ આજે બપોરે વાદળોના ગડગડાટ અને પવનના તેજ સુસવાટા સાથે સુરતના સીમાડે ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત નવસારી. વલસાડ જિલ્લામાં પણ વર્ષારાણી નું આગમન ધમાકેદાર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે તાપી અને ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા વરસ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેથી ખેડૂતોના વાવેતરને જીવનદાન મળવાની આશા છે અને ખેડૂતોના જીવ હેઠા બેઠા છે.

 

 

 

 

 

વલસાડ જિલ્લામાં એકથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ.

છેલ્લા કેટલાક દિવસથી થંભી ગયેલા નૈઋત્યના ચોમાસામાં આખરે કરંટ આવવા લાગ્યો છે અને રવિવારથી ગુજરાતમાં મેઘરાજાની જોરદાર પધરામણી થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હોવાના વાવડ મળી રહ્યા છે મોડું મોડું પણ વલસાડથી ચોમાસુ સક્રિય થતા જગતના તાતની આશા સાચી પડી રહી છે વલસાડ જિલ્લામાં એકથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ.

 

 

 

 

 

ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચવાની ગઇકાલથી જ શક્યતા હતી જે સાચી ઠરી !

નવસારી જિલ્લામાં એકથી દોઢ ઇંચ જ્યારે સુરત શહેરમાં અઢી ઇંચ ઓલપાડ એક ઈંચથી વધુ અને ચોર્યાસી તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.આ અંગે વધુ વિગતો મુજબ હવામાન ખાતાએ ૧૦ જુલાઈ બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દર્શાવી હતી છેલ્લા પંદર દિવસથી ચોમાસું નિષ્ક્રિય હતું પરંતુ બંગાળની ખાડી તરફ જે ફૂંકાતા પવનોને લીધે ચોમાસું આગળ વધી રહેલું દેખાય છે મુંબઈ અને નાગપુરમાં ગઈકાલથી એકધારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે બંને મહાનગરોમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા આ રીતે ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચવાની ગઇકાલથી જ શક્યતા હતી જે સાચી ઠરી રહી છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં  સોનગઢ, વાલોડ અને વ્યારામાં પણ રાજાનું આગમન થયું

રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહી મુજબ મળસ્કેથી વલસાડ જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચતા જગતાત રાજીનો રેડ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ૧ થી ૧૮ ઈંચ સુધી જળ રાશિ વરસી ગયા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ચિંતિત હતા ત્યારે મળસ્કે પડતી બૂમે વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, કપરાડા અડધો ઇંચ અને ધરમપુર અઢી ઇંચ ધોધમાર  જ્યારે પારડી તાલુકામાં ૭૫ મીમી એટલે કે ત્રણ ઇંચ અને વાપીમાં અઢી ઇંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી થઇ ગયું હતું અને  શીતળતા વ્યાપી જવા સાથે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. બીજી તરફ બપોરે વલસાડમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે નવસારી જિલ્લામાં બપોરે વિજળીના કડાકાભડાકા સાથે ખેરગામ એક ઇંચ, ચીખલી અડધો ઇંચ, જલાલપોર દોઢ ઇંચ, નવસારીથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો ગણદેવીમાં ઝરમર ઝરમર વરસાદ જ્યારે વાંસદા તાલુકો કોરોકટ રહ્યો છે. આ ઉપરાંત આજે બપોરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક ઈંચથી વધુ, ચોર્યાસી માં અડધો ઇંચ, સુરત સિટીમાં અઢી ઇંચથી વધુ જળરાશિ વરસી જતા છત્રી અને રેઇનકોટ વિના ગયેલા વાહનચાલકો  અટવાયા હતા. આ ઉપરાંત તાપી જિલ્લામાં  સોનગઢ, વાલોડ અને વ્યારામાં પણ રાજાનું આગમન થયું છે અને ડાંગ જિલ્લામાં પણ અત્યારે મેઘરાજા વરસી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 

 

 

 

 

મેઘરાજાએ ટ્રેઈલર બતાવીને લોકો અને કિસાનોના મનમાં આશા અને ઉમ્મીદ પણ જગાવી

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બાદ મધ્ય રાત્રિએ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું આમ તો સવારથી જ આકાશમાં વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હતી  ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે અને આનંદથી નાચી ઊઠયા હતા. છેલ્લા પંદરથી વધુ દિવસોથી વરસાદ હાથતાળી આપી જતા ખેડૂતોમાં ચિંતા છવાયેલી હતી અને  ખેડૂતો વરસાદની રાહ જોતા જ હતા. અને આજે સારા સમાચાર પણ આવ્યા છે. સાથે સાથે ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોના તન-મન ભીંજાઈ ગયા હતા શહેરમાં પણ બપોરે જોરદાર ઝાપટું વરસાવીને આ રીતે મેઘરાજાએ ટ્રેઈલર બતાવીને લોકો અને કિસાનોના મનમાં આશા અને ઉમ્મીદ પણ જગાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application