Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યનાં 16 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનાં પોઝિટિવ કેસ નોંધાયા : વાયરસનાં કારણે વધુ 3 બાળકોએ ગુમાવ્યો જીવ

  • July 25, 2024 

રાજ્યનાં 16 જિલ્લામાં ચાંદીપુરાનાં પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાનાં 23 પોઝિટિવ કેસ છે. જેમાં બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાનાં 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ 117 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3ની સાથે કુલ મરણાંક વધીને 41 થયો છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 118 કેસ છે.


જેમાં સાબરકાંઠામાં 10, ગાંધીનગર ગ્રામ્ય-અરવલ્લી-ખેડા- જામનગર-વડોદરા ગ્રામ્યમાં 6, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશન-ભરૂચ-મહીસાગરમાં 2, મહેસાણામાં 7, રાજકોટ-મોરબી-બનાસકાંઠામાં 5, રાજકોટ કોર્પોરેશન- સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 11, પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, અમદાવાદ-જામનગર- ભાવનગર-દેવભૂમિ દ્વારકા-કચ્છમાં 1 કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના 54 દર્દી દાખલ છે.


જ્યારે 23ને રજા અપાઈ છે. અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે. જેમાં એક દર્દી બનાસકાંઠાનો જ્યારે એક દહેગામનો છે. અત્યાર સુધી 9 સેમ્પલને સિવિલથી પુના મોકલવામાં આવ્યા છે. 9 દર્દીમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે જ્યારે 1 દર્દી સાજો થતાં ઘરે પરત ફર્યો છે. શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 41ના મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 5 અમદાવાદ કોર્પોરેશનમાં 4નાં મોત થયા છે. ચાંદીપુરાની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્યની ટીમ હાલ સાબરકાંઠામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News