Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં 'પોષણ માસ'નો શુભારંભ કરાયો

  • September 02, 2023 

રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમબર માસને 'પોષણ માસ' તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના તમામ આંગણવાડી કેંન્દ્રોમાં 'પોષણ માસ'ના શુભારંભ કરાયો છે. શુભારંભ કાર્યક્રમ સાથે આંગણવાડી કેન્દ્રોમાં ગ્રામીણજનોની સહભાગીદારી સાથે રેલી, પોષણ શપથ, પોષણ સંદેશાઓ સાથે ઉમંગભેર વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.


આહવા તાલુકાની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ઘટક કચેરીએ 'પોષણ માહ'ના શુભારંભ માટે આંગણવાડી કાર્યકર બહેનો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના DHEWનો સ્ટાફ, ૧૮૧-મહિલા અભયમ સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરના સહ કર્મચારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ, અને સ્થાનિક લાભાર્થીઓએ ભેગા મળી, આહવા નગરમાં પોષણ રેલી કાઢી, પોષણ અને આરોગ્યલક્ષી સંદેશાઓ પાઠવી 'સહી પોષણ, દેશ રોશનના નારાને સાર્થક કરવાનો ઉતમ પ્રયાસ કયો હતો.


જ્યારે વઘઇ તાલુકામાં રાજેન્દ્રપુર આંગણવાડી ખાતે બાળ વિકાસ યોજના અધિકારી-વધઇ, આઇસીડીએસનો સ્ટાફ, આરોગ્ય કર્મચારી, અને સ્થાનિક લાભાર્થીઓ દ્વારા 'પોષણ શપથ' લઇ 'પોષણ માસ'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન આંગણવાડી કેન્દ્રમાંથી આપવામાં આવતા THRના પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી, નિર્દેશન અર્થે રજુ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application