દિલ્હી-NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું છે. દિવાળીના તહેવાર પર દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારે રાજધાની દિલ્હી સહિત NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેના કારણે રાજધાની દિલ્હી-NCRમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે સાંજ પડતાંની સાથે જ લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડ્યા હતા. રાત્રે લોકોએ ફટાકડા ફોડતા રાજધાનીમાં ફરી એકવાર ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી તેમજ સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં છે. દિલ્હી-NCRમાં ફટાકડાથી ફરી પ્રદૂષણનું સ્તર વધતા AQI જે દિવાળીની સાંજ સુધી 218 હતો, તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે. આ સિવાય દિલ્હીના આનંદ વિહાર, જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, વજીરપુર, બવાના અને રોહિણી પણ પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500