Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Politics : નીતિશ કુમારે બિહારના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

  • January 28, 2024 

આજે સવારે બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઈટેડ(JDU)ના ચીફ નીતિશ કુમારે પોતાના આવાસ પર પાર્ટીના વિધાન સભ્યો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન નીતિશ કુમારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નીતિશ કુમાર રાજભવન તરફ જવા રવાના થઇ ગયા હતા. સુરક્ષાકર્મીઓ મુખ્યપ્રધાન નિવાસથી રાજભવન સુધી બેરિકેડ લગાવી દીધા છે.


અહેવાલો મુજબ નીતિશ કુમારે પોતાનું રાજીનામું રાજ્યપાલ રાજેન્દ્ર વી આર્લેકરને સોંપ્યું હતું. નીતિશ કુમારે પક્ષ પલટો કરવાની સંપૂર્ણ રણનીતિ બનાવી લીધી છે. બીજેપી, એચ.એ.એમ.અને જે.ડી.યુની સંયુક્ત બેઠક થોડા સમયમાં યોજાવા જઈ રહી છે. ભાજપ અને એચ.એ.એમ. વિધાનસભ્યો નીતીશ કુમારને સમર્થન સોંપશે. આ પછી નીતિશ કુમાર ફરી એકવાર મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. નીતિશની સાથે તેમના નવા સાથીદારો પણ શપથ લઈ શકે છે.


આ રાજીનામાં સાથે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઈટેડ)ના બે વર્ષના સંબંધોનો અંત આવી ગયો છે. નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધનમાં પાછા ફર્યા છે. અહેવાલો મુજબ ભાજપ અને જેડીયુએ ત્રણ મહિના બાદ યોજાનારી લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.


આગાઉ નીતીશ કુમારે 2022માં ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને લાલુ યાદવની આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ‘મહાગઠબંધન’માં સરકાર બનાવી.RJD હાલમાં 79 ધારાસભ્યો સાથે 243 સભ્યોની બિહાર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે, RJD પાસે બહુમતીના આંકડા – 122 થી 43 બેઠકો ઓછી છે. ભાજપ 78 વિધાનસભ્યોની સંખ્યા સાથે વિધાનસભામાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.JDU પ્રમુખ નીતિશ કુમાર આજે ભાજપ સાથે જોડાઈને 9મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application