ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ આજે મંત્રીમંડળની રચના થાય તે પહેલા સુરતમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સુરતના કયા ધારાસભ્યોનો સમાવેશ થશે તે અંગે અનેક અટકળો થઇ રહી છે.
વિજય રૂપાણી સરકારમાં સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીની બાદબાકી નવા મંત્રીમંડળમાં થાય તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. તેની સાથે સુરતમાંથી કયા ધારાસભ્યની પસંદગી થશે તે માટે અનેક અટકળો ચાલી રહી છે. કાનાણી પાટીદાર છે અને તેમની જગ્યાએ પાટીદાર મંત્રી તરીકે વિનુ મોરડિયા અને વિવેક પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત સી.આર.પાટીલ ગ્રુપના સંગીતા પાટીલને મંત્રી બનાવશે તેવી પણ જોરમાં ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત પાટીલ ગ્રુપ વિરોધના ગ્રુપના ગણાતા પૂર્ણેશ મોદી પણ મંત્રી બને તેવી જોરદાર ચર્ચા છે. જ્યારે બીજી તરફ કોરોના કાળ દરમિયાન કામગીરી કરનારા હર્ષ સંઘવી પણ મંત્રીની રેસમાં છે. જ્યારે ઓલપાડના ધારાસભ્યઍ ઓબીસીમાં આવતા હોય મુકેશ પટેલ પણ મંત્રી બને તે માટે અનેક પ્રયાસ કરી રહ્ના છે. નવા મંત્રી મંડળ પહેલા સુરતના કયા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવે તે અંગે અનેક ચર્ચા ચાલી રહી છે. જોકે બપોર બાદ સુરતના કયા ધારાસભ્યની મંત્રી તરીકે લોટરી લાગશે તે ખબર પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500