મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જેને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે એક વધુ ચોરીનો બનાવ બનવા પામ્યો છે. ઉચ્છલના સાકરદા ગામેથી પોલીસ કોન્સ્ટેબલની સરકારી પીસ્ટલ સહીત ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા છે. મળતી માહિતી મુજબ, વ્યારાના મગરકુઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા અને તાપી જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉત્તેશભાઈ ઉપેન્દ્રભાઈ ગામીત જેઓ તારીખ ૧૬-૦૨-૨૦૨૫ નારોજ સાકરદા ગામે લગ્ન પ્રસંગમાં મુકામે ગયા હતા.
જેથી ઉત્તેશભાઈએ તેમના સાસુ ઇનાબેન પ્રભુભાઈ ગામીત (રહે.સાકરદા ગામ, ઉપલું ફળિયું, ઉચ્છલ)નાઓના રહેણાંક મકાનમાં ઘરનાં કબાટમાં તેમની મુકેલ સરકારી ૧૦ કારતુસ ભરેલ 9mm ગ્લોક પીસ્ટલ TPI-13 નંબરનું હથિયાર જેની આશરે કિંમત રૂપિયા ૬૦,૫૦૦/- (9mm : પીસ્ટલની આશરે કિંમત રૂપિયા રૂપિયા ૧૦,૦૦૦/- તથા ૧૦ કારતુસની આશરે કિંમત રૂપિયા ૫૦૦/- એમ કૂલ ૬૦, ૫૦૦/-)ની ચોરી થઈ ગઈ હતી જેની સાથે એક કાપડની થેલીમા મુકેલ ૦૧ સોનાની વિંટી આશરે ૨ ગ્રામ વજનની જેની આશરે કિંમત રૂપિયા ૧૨,૦૦૦/- તથા ૨ નંગ ચાંદીની પગમાં પહેરવાની અંગુઠી જેનો આશરે ૫ ગ્રામ જેટલા વજનની જેની આશર કિંમત રૂપિયા ૨,૦૦૦/- અને નાકમા પહેરવાની સોનાની જડ નંગ ૨ જેની આશરે કિંમત રૂપિયા ૨,૭૦૦/- તથા કાનમાં પહેરવાની એક કડી નંગ-૧ જે આશરે ૧ ગ્રામ જેટલા વજનની જેની આશરે કિંમત રૂપિયા ૫,૫૦૦/- અને રોકડા રૂપિયા ૧,૫૦૦/- મળી કુલ રૂપિયા ૮૦,૨૦૦/-ની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ ઉત્તેશભાઈ ઉપેન્દ્રભાઈ ગામીતએ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500