રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અનુસાર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીએ તારીખ ૦૮/૦૩/૨૦૨૫ નારોજ વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ નિઝર મથકે વકીલ બાર એસોસીયેશન તેમજ અન્ય સ્ટેક હોલ્ડર્સના સહયોગથી તમામ પ્રકારના સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, ઈ-મેમો, કૌટુંબીક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગરે કક્ષાના કેસોની લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
"લોકો ધ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત". આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે, ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં 1421, લોક અદાલતમાં 270 તથા સ્પેશીયલ સીટીંગમાં 1843 મળી કુલ 3534 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી તાપી જિલ્લાની ટોટલ પેન્ડન્સીમાં 33 ટકા કરતા વધારે જેટલો ઘટાડો થયેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500